fbpx
અમરેલી

રાજુલા પોલીસ સ્ટેશનના રાજુલા ટાઉન મફતપરા વિસ્તારમાંથી ડીગ્રી વગરના બોગસ ડૉકટરને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડીગ્રી ન હોવા છતા એલોપથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી અંગે ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સુચના આપેલ હોય જે અન્વયે મ્હે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંઘ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરતા ડીગ્રી વગરના ડોકટરો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે. અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી સી.એસ.કૂંગસીયા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ જી.એમ.જાડેજા તથા રાજુલા પો.સ્ટે.ની સર્વેલન્સ સ્કોર્ડ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા રાજુલા પો.સ્ટે. માં આવા ડીગ્રી વગરના બોગસની ડોકટરની માહીતી મેળવી કાર્યવાહી કરવા સતત પ્રત્નશીલ હોય અને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, રાજુલા શહેરમા મફરતપરા વિસ્તારમા મુસ્તાકભાઇ રફીકભાઇ ચાવડા રહે.રાજુલા મફતપરા, તા.રાજુલા જી.અમરેલી વાળાને ગેર કાયદેસર દવાખાનુ/ક્લીનીક ચલાવતા હોય જે અન્વયે સદરહુ જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઇસમને એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-૫૧ કુલ કિ.રૂા.૬૫૫૯૧/- ની મેડીકલ લગત સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં

સફળતા મળેલ છે. “પકડાયેલ આરોપી *

મુસ્તાકભાઇ રફીકભાઇ ચાવડા ઉ.વ.૬૦, ધંધો-ડોકટર રહે.રાજુલા મફતપરા, તા.રાજુલા જી.અમરેલી કબ્જે કરેલ મુદ્દામાલનું

મજકુર પકડાયેલ ઇસમ મુસ્તાકભાઇ રફીકભાઇ ચાવડા ઉ.વ.૬૦, ધંધો-ડોકટર રહે.રાજુલા મફતપરા, તા.રાજુલા જી.અમરેલી વળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-૫૧ કુલ કિ.રૂા.૬૫૫૯૧/- ની મેડીકલ લગત સાધન સામગ્રી સાથે પકડી પાડી તાલુકા હેલ્થ ઓફીસર રાજુલાનાઓની ફરીયાદ આધારે મજકુર વિરુધ્ધ રાજુલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૪૦૧ ઇ.પી.કો.કલમ-૩૩૬ તથા ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૫ તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૬૭ ની કલમ ૨૯ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ-૧૫(૩) મુજબ ગુન્હો રજી.કરી મજકુર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો,ઇન્સ, સી.એસ.કુગસીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ.જી.એમ.જાડેજા તથા સર્વેલન્સ સ્કોર્ડના અના.ASI જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા અના.HC જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા ટાઉન બીટના અના.HC મુકેશકુમાર પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts