અમરેલી

રાજુલા પોલીસ સ્ટેશન અને ડુંગર પોલીસ સ્ટેશનના ઘણાં સમયથી પડતર વાહનોની રાજુલા પોલીસ સ્ટેશન ખાતે જાહેર હરાજી કરાઇ

આઇ.જી.પી.શ્રી  અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જનાઓની સુચના અનુસંધાને શ્રી નિર્લીપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી જીલ્લાનાઓ તથા શ્રી.કે.જે.ચોધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સાવરકુંડલા વિભાગનાઓના સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પોલીસ સ્ટેશનમાં સી.આર.પી.સી.કલમ-૧૦૨, તથા જી.પી.એક્ટ કલમ-૮૨ મુજબના કામે કબ્જે કરવામાં આવેલ કુલ-૧૧ વાહનો તથા ડુંગર પોલીસ સ્ટેશનમાં કબ્જે કરવામાં આવેલ કુલ-૬ વાહનો ઘણા લાંબા સમયથી પડતર પડી રહેલ હોય, જે વાહનોનો નિકાલ કરવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેકટર શ્રી આર.એમ.ઝાલા તથા ડુંગર પોલીસ સ્ટેશનનના પો.સબ.ઇન્સ શ્રી એમ.ડી.ગોહીલ દ્વારા તાલુકા એક્જી.મેજી. સાહેબશ્રી, રાજુલાનાઓનો પડતર વાહનોના નિકાલ બાબતે હરાજી અંગે હુકમ મેળવી શ્રી.કે.જે.ચોધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાવરકુંડલા વિભાગનાઓની સુચના મુજબ એક્જી.મેજી.સાહેબ શ્રી કે.આર.ગઢીયા રાજુલાનાઓ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી આર.એમ.ઝાલા રાજુલા પોલીસ સ્ટેશનનાઓ તથા પો.સબ.ઇન્સ શ્રી એમ.ડી.ગોહીલ ડુંગર પોલીસ સ્ટેશનનાઓની અધ્યક્ષતા માં આજરોજ તા.૧૨/૧૦/૨૦૨૧ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પડતર મુદ્દામાલ વાહનોની જાહેર હરાજી રાખવામાં આવેલ જેમાં કુલ-૫૨ વેપારીઓ હરાજીમાં હાજર રહેલ જેમાં રાજુલા પોલીસ સ્ટેશનના કુલ ૧૧ વાહનોની અપસેટ કિં.રૂ. ૧૯,૫૦૦/- તથા ડુંગર પોલીસ સ્ટેશનના કુલ ૬ વાહનોની અપસેટ કિં.રૂ.૩૯,૦૦૦/- રાખવામાં આવેલ હતી. આ જાહેર હરાજીના અંતે સી.આર.પી.સી.કલમ-૧૦૨ તથા જી.પી.એક્ટ કલમ-૮૨ મુજબના કામે અગાઉ કબ્જે કરવામાં આવેલ રાજુલા પોલીસ સ્ટેશનનના કુલ-૧૧ વાહનોની કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦/- તથા ડુંગર પોલીસ સ્ટેશનના કુલ-૬ વાહનોની કિંમત રૂપિયા ૧,૦૫,૦૦૦/- જેટલી રકમ ઉપજાવીને સરકારશ્રી તરફે નોંધપાત્ર કામગીરી કરી રાજુલા તથા ડુંગર પોલીસ સ્ટેશનની જગ્યામાં ઘણા લાંબા સમયથી પડતર પડેલ વાહનોનો નિકાલ કરવામાં આવેલ છે.

Related Posts