fbpx
અમરેલી

રાજુલા પો.સ્ટે.ના વાવેરા ગામે કોહારીયા સીમ વિસ્તારમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા પાંચ શકુનિઓને રોકડા રૂ.૫૭,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

💫* મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી નાઓએ અમરેલી જીલ્‍લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે પો.ઇન્સ.શ્રીએ.એમ.દેસાઇની સુચના અને  માર્ગદર્શન  નીચે  રાજુલા  પો.સ્ટે.ના વાવેરા બીટ ઇન્ચાર્જ એન.બી.સિંધવ તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા  તથા પોલીસ ટીમે રાજુલા તાલુકાના વાવેરા ગામની કોહારીયા સીમ વિસ્તારમાંથી જાહેરમાં હાર જીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૫૭,૧૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે     
💫 *પકડાયેલ આરોપીઓ*
(૧) બાવકુભાઇ લખુભાઇ ઘાખડા ઉ.વ.૩૯ ધંધો.ખેતી, રહે.ચારોડીયા (૨) વિજયભાઇ જીલુભાઇ ઘાખડા ઉ.વ.૩૩ ધંધો.ખેતી રહે.ચારોડીયા  (૩) પ્રવિણભાઇ ચાંપભાઇ કોટીલા ઉ.વ.૪૬ ધંધો.ખેતી રહે.લુણસાપુર (૪) નિતીનભાઇ નનુભાઇ માંડણકા ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે.ચારોડીયા (૫) રાહુલ ઉર્ફે ચીકુડો પાંચાભાઇ વાઘેલા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.બર્બટાણા
💫આ કામગીરી પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ સાહેબ તથા પો.કોન્સ મેહુલભાઇ ભુપતભાઇ પંડ્યા તથા  સંજયભાઇ દેવજીભાઇ ચાવડા તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts