અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. રાજુલા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્ર્મમાં રાજુલા-જાફરાબાદ પ્રાંત અધિકારીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિધવા સહાય અને વૃદ્ધ સહાયના ૨૫ જેટલા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરી વિસ્તારમાં જાફરાબાદ શહેર સેવા સેતુ કાર્યક્ર્મ ખાંભા તાલુકાના રબારિકા અને ધારી તાલુકાના ભાડેર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામજનો-શહેરીજનો સહિતના નાગરિકોએ રાજય સરકારની વિવિધ યોજનાકીય સહાયના લાભ મેળવ્યા હતા.
રાજુલા, ભાડેર, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયા

Recent Comments