fbpx
અમરેલી

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજે જામેલો ખરાખરીનો જંગ ૧૦ બેઠકો માટે ૨૧ ઉમેદવારો મેદાનમાં

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજે જામેલો ખરાખરીનો જંગ ૧૦ બેઠકો માટે ૨૧ ઉમેદવારો મેદાનમાં 
૬ બેઠકો બિનહરિફ થવા પામી છે  ત્યારે સહકારી રાજકારણમાં ગરમાવો.
 વેપારી પેનલની ચાર અને ખરીદ વેચાણ સંઘની બે મળી કુલ ૬ બેઠકો બિનહરિફ થવા પામી છે 
માર્કેટિંગ યાર્ડ ના હાલના ચેરમેન જીગ્નેશ પટેલ પણ બિનહરીફ થયા છે ત્યારે હવે ખેડૂત પેનલમાં રહેલી ૧૦ બેઠકો માટે ૨૧ ઉમેદવારો મેદાનમાં છે તેમાં ચાલુ ધારાસભ્ય અમરીશ ડેર ની પેનલ તેમજ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ની પેનલ ચૂંટણી લડી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે  ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા કોઈપણ સંજોગોમાં માર્કેટિંગ યાર્ડ કબજે કરવા માટે  હાલ ચક્રો ગતિમાન કર્યા છે 2022 ની ચૂંટણી આવી રહી છે ત્યારે ચાલુ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે પ્રેક્ટિસ મેચ જેવી બનેલી આ ચૂંટણીમાં હાલ બંને પક્ષે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને કાર્યકર્તાઓ કામે લાગ્યા છે છગનભાઇ ધડૂક અને પીઠાભાઇ નકુમ ની આગેવાનીમાં હાલ ચૂંટણીની  ચાલી રહી છે આ ચુંટણીમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાજપના હોદ્દેદારો સરપંચો પ્રદેશ ભાજપના ડેલિકેટ ઓ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સહિતના માંધાતાઓ નું ભાવિ રહેલું છે અને બધા ઉમેદવારો હાલ લડી રહ્યા છે અને સહકારી ક્ષેત્રમાં પોતાનું રાજેશ્વર દેખાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Follow Me:

Related Posts