રાજુલા મીરામાં એજ્યુકેશન ટ્રસ્ટ કુમાર છાત્રાલયના ભૂમિ પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોળી સમાજ ઉપસ્થિત રહેશે
રાજુલા મીરામાં એજ્યુકેશન ટ્રસ્ટ કુમાર છાત્રાલયના ભૂમિ પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોળી સમાજ ઉપસ્થિત રહેશે
ભાજપ પ્રમુખ પાટીલ તથા રૂપાલા ખાસ ઉપસ્થિતિ
કોળી સમાજના દિગજ નેતા પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીના અધ્યક્ષ સ્થાને ભવ્ય કાર્યકમ બુધવારે યોજાશે
પ્રદેશ ભાજપ પ્રમુખ અને કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ગામડે ગામડે આમંત્રણ આપી તડમાર તૈયારી
અમરેલી જિલ્લામા આવેલ રાજુલા શહેરમાં તારીખ 1 બુધવારે માતૃશ્રી મીરામા એજ્યુકેશન ટ્રસ્ટી કુમાર છાત્રાલય નું નિર્માણ થઈ રહ્યું છે સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ સંચદીય સચિવ હીરા સોલંકી દ્વારા આયોજન કરોડોના ખર્ચ વિશાળ જમીન ઉપર કોળી સમાજના શિક્ષણ માટે છાત્રાલય નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તેમનું ભૂમિ પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાશે આ કાર્યકમ બુધવારે પુરષોતમ સોલંકી કોળી સમાજના દિગજ નેતા અને સરકારના પૂર્વ મંત્રી અધ્યક્ષ સ્થાને યોજાય રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં કોળી સમાજ નું આ વિસ્તારમાં શક્તિ પ્રદશન જોવા મળશે 98 રાજુલા વિધાન સભા વિસ્તારમાં કોળી સમાજ નું પ્રભુત્વ હોવાને કારણે હાલ ગામડે ગામડે આમંત્રણ આપી તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિશાલ સંખ્યામાં કોળી સમાજ એકઠો કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિગજો ઉપસ્થિત રહેશે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ,કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા,પ્રભારી મંત્રી આર.સી.મકવાણા,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ,જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા,સરકારના મંત્રી દેવાભાઈ માલમ,પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા,પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા,સહકારી અગ્રણી દિલીપ સંઘાણી,સાંસદ નારણ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા,પ્રવક્તા મહેશ કસવાળા, સહિત ભાજપના દિગજો અને કોળી સમાજ ગુજરાતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
સમગ્ર આયોજન રાજુલા પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી નું આયોજન છે હીરા સોલંકી પરષોત્તમ સોલંકીના નાના ભાઈ છે આ છાત્રાલય ટ્રસ્ટીમાં પરશોતમ સોલંકીનો પુત્ર દિવ્યેશ સોલંકી સહિત જોડાયા છે થોડા દિવસ પહેલા તળાજા પરષોત્તમ સોલંકીના જન્મ દિવસે નિમિતે હજારોની સંખ્યામાં કોળી સમાજને એકઠો કરી શક્તિ પ્રદશન યોજયું હતું ત્યારે ફરી બુધવારે રાજુલા વિસ્તારમાં હજારોની સંખ્યામાં કોળી સમાજ ઉપસ્થિત રહેવાનો છે
Recent Comments