રાજુલા બ’હદ વિસ્તારના સિંહોના સ્થળાંતર મુદે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, રાજુલા વિસ્તારના કોંગ્રેસના આગેવાનો લોકોને ગુમરાહ કરી રહયા છે, લોકોને વચ્ચે ટકી રહેવા માટે સાચા–ખોટા આપેક્ષો કરી આવેદન પત્રો પાઠવવામાં આવી રહયા છે. મીડીયા અને સોશ્યલ મીડીયા મારફતે સરકાર સિંહોનું સ્થળાંતર કરી રહી છે અને અમે સિંહોને કયાંય જવા નહી દઈએ તેવા નિવેદનો કરવામાં આવી રહયા છે.
સિંહોને કેદ કરી અન્ય રાજયમાં સ્થળાંતર કરવામાં આવી રહયાની વાત તદન જૂઠી છે. સાંસદશ્રીએ સદર બાબતે ગુજરાત રાજયના વન મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સાથે વાતચીત અને પરામશૅ કરતા મંત્રીશ્રીએ જણાવેલ છે કે, રાજુલા વિસ્તારમાં દિન પ્રતિદિન સિંહોની વસ્તિમાં વધારો જોવા મળેલ છે. જેના લીધે રેલ્વે ટ્રેક તેમજ જમીન માગૅ ઉપર સિંહોના વારંવાર અકસ્માતો સજૉવાના કિસ્સાઓ બની રહયા છે. જેથી રાજય સરકારે આ સિંહોનું મેડીકલ ચેકઅપ કરી સાસણ ગીરમાં છોડવાનો નિણૅય કરેલ છે.
આ નિણૅય અન્વયે વન વિભાગ દ્વારા રાજુલા વિસ્તારના સિંહોને લઈ જવામાં આવેલ છે. આ તમામ સિંહોને નથી કેદ કરવામાં આવેલ કે નથી અન્ય રાજયમાં સ્થળાંતર કરવામાં આવેલ. આ તમામ સિંહોનું મેડીકલ ચેકઅપ પણ પૂણૅ થઈ ગયેલ હોઈ, આજ તા. રપ/૮/ર૦ર૧ ના રોજ સિંહોને સાસણગીરમાં છોડી મુકવામાં આવેલ છે. જેથી સિંહોનો અન્ય રાજયમાં સ્થળાંતર કરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી, સિંહો અહીંયા
Recent Comments