રાજુલા, જાફરાબાદ, ખાંભાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરનો એક વિચાર હતો કે, રાજુલા શહેરમાં કોઈપણ માણસ ભૂખ્યું સૂવું ના જોઈએ અને ભૂખ્યા માણસને જમાડવાની આ સેવા ધારાસભ્ય અને તેમની ટીમ તારીખ 07/0ર/ર0ર1 રવીવારના રોજ પ્રારંભ કરવા જઈ રહી છે. તો રાજુલા શહેરમાં આપની આજુબાજુમાં જો કોઈ વ્યક્તિત ભૂખ્યું હોય તો ધારાસભ્યની ટીમને જાણ કરવા વિનંતી.
આ સેવાકીય કાર્યનો પ્રારંભ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના હસ્તે કરવામા આવશે. ટિફિન સ્થળ પર પોસ્ટ કરવામાં આવશે.
Recent Comments