બોલિવૂડ

રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેક આવ્યો

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવની અચાનક તબિયત ખરાબ થયા પછી તેણે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો હતો જેના પછી તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. રાજુ શ્રીવાસ્તવ હોટેલના જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. તે ટ્રેડમિલ પર એક્સર્સાઈઝ કરી રહ્યો હતો. ત્યારે દોડતી વખતે તેણે ચેસ્ટમાં દુખાવો થયો અને નીચે પડી ગયો. તેના પછી રાજુ શ્રીવાસ્તવને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

રાજુના પીઆરઓ અજીત સક્સેનાનું કહેવું છે કે કોમેડિયન પાર્ટીના કેટલાક મોટા નેતાઓને મળવા માટે દિલ્હીમાં રોકાયો હતો. સવારે જીમ કરવા ગયો. જીમ કરતા કરતાં તેને હાર્ટ અટેક આવ્યો. જાે કે, હવે તેની તબિયત પહેલા કરતા સારી છે. રાજુ શ્રીવાસ્તવ કોમેડીના બાદશાહ છે. તેને ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂક્યા છે. વર્ષોથી રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમેડીથી લોકોને હસાવતો રહ્યો છે.

રાજુ શ્રીવાસ્તવ બાળપણથી જ કોમેડિયન બનવા માગતો હતો અને તેણે પોતાનું આ સપનું પૂરું પણ કર્યું. રાજુએ પોતાની કરિયર સ્ટેજ શોથી કરી હતી. રાજુ શ્રીવાસ્તવ ૧ ઓગસ્ટે દિલ્હી આવ્યો હતો. ૨૯ જુલાઈએ તે મુંબઈથી ઉદયપુર ગયો હતો. ૩૦ તારીખે ત્યાં એક શો કર્યો હતો. પછી ૧ ઓગસ્ટે દિલ્હી રવાના થઈ ગયો હતો. દિલ્હીમાં રાજુના બે ભાઈ રહે છે. રાજુ ભાઈઓ અને તમામ મિત્રોને મળવા માટે દિલ્હી રોકાયો હતો.

Related Posts