અમરેલી

રાજૂલા એસટી ડેપોની સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી મુસાફરો પરેશાન

રાજુલા એસટી ડેપોની સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે મુસાફરો કેટલાક દિવસોથી પરેશાન થઈ રહ્યા છે. અહિ ડેપોની તમામ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે ચારે તરફ ગ્રાઉન્ડ તેમજ પાર્કિગમાં ભારે હાલાકી જાેવા મળી રહી છે. એસટી ડેપોમાં સતત અવર જવર જાેવા મળી રહી છે. આ ડેપોમાંથી અન્ય જિલ્લા અને સ્થાનિક વિસ્તારના મુસાફરો બસમાંથી અવર જવર કરતા હોય છે અને કેટલીક વખત તો ડેપોમાં ભીડ પણ હોય છે. જેના કારણે એસટી ડેપોમાં લાઈટ ન હોવાને કારણે કેટલીક વખત કેટલાક તત્વો અંધારાનો લાભ લઇ કોઈ બનાવને અંજામ ન આપે તેનો ભય હોય છે.

ત્યારે એસટી ડેપોની લાઈટ બંધ હોવાને કારણે એસટી ડ્રાયવરોને પાર્કિંગ કરવામાં પણ અતિ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ભારે હાલાકી સર્જાય છે. રાજુલા તાલુકા મથક હોવાથી એસટી ડેપોમાં આખા તાલુકાના મુસાફરોની અવર જવર રહે છે. તેવા સમયે અહીં જ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક ગિરધર ઉનાગરે જણાવ્યું હતું કે અહીં ડેપો આવેલો છે. જે મુસાફરોથી ધમધમતો વિસ્તાર છે. અહીં ડેપોના તંત્રની બેદરકારીના કારણે કોઈ લૂંટ ચોરીની ઘટના બનશે તો જવાબદાર કોણ? અહીં લાઈટો શરૂ જ રહેવી જાેઈએ ડેપોએ આ અંધારપટ બાબતે ધ્યાન આપવાની જરૂર છે.

Follow Me:

Related Posts