રાજેન્દ્ર નગરમાં ‘વીજળી ગૂલ’, જિલ્લા પ્રશાસન વિરુદ્ધ વિદ્યાર્થીઓના સૂત્રોચ્ચાર
દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં અચાનક વીજળીનો પુરવઠો બંધ થવાને કારણે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં અચાનક વીજળીનો પુરવઠો બંધ થવાને કારણે શનિવારથી હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓનો ગુસ્સો વધુ વધી ગયો છે. આ પછી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને જિલ્લા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓની માગ છે કે સ્ઝ્રડ્ઢ ડાયરેક્ટર અહીં આવીને વિદ્યાર્થીઓ સાથે વાત કરે. આ સાથે ભોંયરામાં ચાલતી લાઈબ્રેરી અને વર્ગો તાત્કાલિક બંધ કરવા જાેઈએ.
આ ઉપરાંત આંદોલનકારી વિદ્યાર્થીઓએ અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને યોગ્ય વળતર અને દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા ગ્વાલિયરના એક વિદ્યાર્થીએ સોમવારે દાવો કર્યો હતો કે તેણે રાવ ૈંછજી સ્ટડી સર્કલના બેઝમેન્ટના ઉપયોગ અંગે એક મહિના પહેલા કેન્દ્ર સરકારના પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. આ વિસ્તાર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સ્ઝ્રડ્ઢ)ના અધિકારક્ષેત્રમાં આવે છે અને જાે તેમની ફરિયાદ પર તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હોત તો વિદ્યાર્થીઓનો જીવ બચાવી શકાયો હોત. તમને જણાવી દઈએ કે, શનિવારે દિલ્હીમાં એક કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા.
આ દરમિયાન એલજી વીકે સક્સેનાએ તે ત્રણ વિદ્યાર્થીઓ (બે વિદ્યાર્થીનીઓ અને એક છોકરો)ના પરિવારોને ૧૦-૧૦ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. એલજી આ દુઃખદ ઘટનાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા અને દિલ્હી ફાયર સર્વિસ (ડ્ઢહ્લજી), પોલીસ અને સ્ઝ્રડ્ઢના જવાબદાર અધિકારીઓ સામે ૨૪ કલાકની અંદર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ દરમિયાન તેમણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી, જ્યારે કેટલાક દેખાવકારોએ પાછા જાઓના નારા પણ લગાવ્યા હતા. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ એમસીડી અને દિલ્હી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમણે કહ્યું, ‘હું તમારી સાથે છું.’ એલજીએ વચન આપ્યું હતું કે વિદ્યાર્થીઓના મૃત્યુ માટે જવાબદાર કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.
Recent Comments