રાજેશ ખન્નાની નાની પુત્રી રિંકી ખન્ના ફિલ્મોને અલવિદા કહી લંડનમાં છે
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી અને ટિ્વંકલ ખન્નાની બહેન રિંકી ખન્નાને ફેન્સે ઘણી ઓછી ફિલ્મોમાં જાેઈ હતી. ફિલ્મોમાં સફળતા ન મળતા રિંકીએ બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. હવે રિંકી લાઈમલાઈટથી હંમેશાં દૂર થઈ ગઈ છે. જાણો રિંકી ખન્ના અત્યારે ક્યાં છે. ૨૭ જુલાઈ ૧૯૭૭ ના રોજ જન્મેલી રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી રિંકી ખન્નાએ ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ ફિલ્મથી તેની કારકીર્દિની શરૂઆત કરી હતી આ ફિલ્મ ૧૯૯૯માં આવી હતી. આ ફિલ્મને એટલો સારો રિસ્પોન્સ નહોતો મળ્યો.
આ ફિલ્મ પછી એક્ટ્રેસે ‘કિસ દેશ મેં ગંગા રહેતા હૈ’,‘યે હૈ જલવા’ અને ‘મુજે કુછ કહેના હૈ’ જેવી અમુક ફિલ્મોમાં જાેવા મળી હતી. ફિલ્મોમાં સફળતા ન મળતા રિંકી ખન્નાએ થોડા સમય સુધી પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી દીધી હતી. એક્ટ્રેસે વર્ષ ૨૦૦૩માં સમીર સરન સાથે લગ્ન કર્યા હતા. સમીર એક મોટો બિઝનેસમેન છે. લગ્ન પછી રિંકી ખન્ના પોતાના પતિની સાથે લંડનમાં શિફ્ટ થઈ ગઈ છે. રિંકી ભલે મીડિયાની સામે નથી આવતી, પરંતુ હવે તેની અમુક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાની માતા ડિમ્પલ કાપાડિયા અને બહેનની સાથે પોઝ આપતી જાેવા મળી રહી છે.
બોલિવૂડના ઘણા સ્ટાર્સ એવા છે જેમને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સફળતા ન મળતા ગાયબ થઈ ગયા છે. ઘણી વખત તો સ્ટારકિડ્સને નિષ્ફળતા મળતા બોલિવૂડમાં કામ નથી મળતું, તેમાંની એક હતી એક્ટ્રેસ રિંકી ખન્ના. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી રિંકીને પડદા પર એ સફળતા ન મળી જેની બધાને અપેક્ષા હતી.
Recent Comments