રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરમાર ૩૧ ડિસેમ્બરના અમરેલી જિલ્લાના પ્રવાસે
સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાનાર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે
ગુજરાત રાજ્યના અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ૩૧ ડિસેમ્બરના અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મંત્રીશ્રી સવારે ૧૦ કલાકે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે યોજાનાર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે.
મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સમરસ યોજના, ઈ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ અને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી સાથે સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અન્ય પદાધિકારીઓશ્રીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
Recent Comments