fbpx
ગુજરાત

રાજ્યનાં ચુંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓનો કાર્યક્રમ જાહેર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ બે તબક્કામાં યોજાશે

રાજ્યની છ મહાનગર પાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી યોજાશે પ્રથમ તબક્કામાં મહાપાલિકામાં 21 ફેબ્રુઆરી અને જિલ્લા તાલુકા પંચાયતો, પાલિકાઓમાં 28મી ફેબ્રુઆરીએ મતદાન થશે ચુંટણીની જાહેરાત થતા જ આજથી ચુંટણી આચાર સહિતા અમલમાં આવી : કોરોના ગાઇડલાઇનનું પાલન કરાશે : ઇવીએમથી મતદાન પ્રક્રિયા : ચુંટણી પંચે વિગતે કાર્યક્રમ જાહેર કર્યો રાજ્યનાં ચુંટણી આયોગ દ્વારા રાજ્યની છ મહાનગર પાલિકાઓ, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી અને અન્ય સ્વરાજ્યનાં એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે. જાહેર થયેલ કાર્યક્રમ મુજબ મહાનગર પાલિકાઓમાં મહાનગરપાલિકાઓમાં 1લી ફેબ્રુઆરીનો રોજ જાહેરનામુ બહાર પડશે અને છ ફેબ્રુઆરીસ ુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 8 ફેબ્રુઆરી અને ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાની તા.9મી ફેબ્રુઆરી છે અને 21મી ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યાં પુન: મતદાનની જરૂર હશે ત્યાં 22મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને 23મી ફેબ્રુઆરીએ મત ગણતરી કરાશે. એજ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં નિયત થયાં મુજબ તા.8નાં રોજ જાહેરનામુ પ્રસિધ્ધ થશે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.13 ફેબ્રુઆરી તથા 15મી ફેબ્રુઆરીએ ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તા.16 ફેબ્રુઆરી છે. 28મી ફેબ્રુઆરીએ સવારનાં 7 થી સાંજનાં 6 સુધી મતદાન થશે. અને પુન: મતદાનની જરૂર પડશે તો 1લી માર્ચે પુન: મતદાન થશે અને તા.2 માર્ચે મતગણતરી થશે. ચુંટણીની જાહેરાત થતાની સાથે આજે તા.23 જાન્યુઆરીનાં રોજ ચુંટણીની આદર્ષ આચાર સહિતા અમલી બનાવવામાં આવી છે. ચુંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલ્કત અને દેવા અંગેનું સોગંદનામુ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે. અરજદાર ઉમેદવારી ફોર્મ સંબંધીત ચુંટણી અધિકારીની કચેરીએથી મેળવી શકશે અથવા આયોગની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે તેમ જણાવ્યું છે. ચુંટણીમાં મતદાર ઓળખકાર્ડ પણ રજુ કરવુ રહેશે. જો રજુ ન કરે તો મતદારની ઓળખ માટે કોઇપણ ફોટા વાળો દસ્તાવેજ રજુ કરી શકાશે. ચુંટણીમાં વિજાણુ યંત્રો દ્વારા એટલે કે ઇવીએમથી મતદાન પ્રક્રિયા થશે. કોરોના અંતર્ગત ચુંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા સાથે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ રાજ્ય ચુંટણી આયોગ ગાંધીનગરનાં સચિવ મહેશ જોષીએ જણાવ્યું છે.

Follow Me:

Related Posts