રાજ્યનાં ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલી :૨૦૨૩-૨૪માં જોડાવાની ઉમદા તક
ગુજરાત રાજ્ય સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકનાં કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગીર-સોમનાથ દ્વારા સંચાલિત ચાલુ વર્ષે સાગરખેડુ સાયકલ રેલી : ૨૦૨૩-૨૪નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. રાજ્યનાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા વાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/ યુવતીઓને સાગરખેડુ
સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્રારા સાગરખેડુ સાયકલ રેલી ૧૦ (દસ) દિવસ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય સરકારનાં ખર્ચે ૧૦ (દસ) દિવસનો સાગરખેડુ સાયકલ રેલી : ૨૦૨૩-૨૪ આગામી ફેબ્રુઆરી માસમાં ગીર-સોમનાથ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં રાજ્યનાં પસંદ થયેલ યુવક – યુવતિઓને ભાગ લેવાની તકઆપવામાં આવશે.
સાગરકાંઠા વિસ્તારની સંસ્કૃતિઅને જીવનશૈલીને નજીકથી જાણવા રસ ધરાવતા ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા વિદ્યાર્થીઓ/બિન વિદ્યાર્થીઓ કેજેઓસાગરખેડુ સાયકલ રેલીમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા યુવક- યુવતીઓએ નિયત નમૂના અરજી પત્રક અને સ્પર્ધાનાં નિયમો કચેરીનાં બ્લોગ એડ્રેસ – dydobvr.blogspot.com પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી તેમાં પોતાનું પુરૂંનામ, સરનામું, મોબાઇલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત,
વ્યવસાય, વાલીનું સંમતિ પત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, શારીરિક તંદુરસ્તિ અંગેનું ડૉક્ટરનું પ્રમાણપત્ર, રમત ગમત પ્રવૃતિ, પર્વતારોહણ તેમજ NCC, NSS કે અન્ય પ્રવૃતિઓમાં ભાગ લીધો હોય તો તે અંગેનું પ્રમાણપત્રવગેરે સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જોડી બારોબાર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર-સોમનાથ જિલ્લા સેવા સદન, રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ, મુ.ઇણાજ
તા.વેરાવળ જિ.ગીર સોમનાથ ખાતે તા:-૩૧/૦૧/૨૦૨૪ સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. કાર્યક્રમમાં પસંદ થનાર યુવક-યુવતિઓને પત્ર/ મોબાઈલ/ E-mail દ્રારા જાણ કરવામાં આવશે.
Recent Comments