ગુજરાત

રાજ્યના તમામ જ્વેલર્સની સરકારના HUID કાયદાના વિરુદ્ધમાં હડતાળ

હોલમાર્ક સેન્ટર સામે કોઇ વાંધો નથી પરંતુ યુનિક આઇ.ડી. નિયમ સામે વાંધો છે. કેમ કે તે મુજબ હોલમાર્ક કરવા માટે દરેક દાગીનાની રજીસ્ટરમાં નોંધ કરાવી, ફોટા પાડવા ફરજીયાત છે જે કળાકૂટ વાળું કામ છે અને ઘણા નાના વેપારીઓ પોતે શિક્ષિત ન હોય તેમજ શિક્ષિત માણસોને નોકરી પર રાખી શકે તેમ ન હોય અને આવા વેપારીઓથી કોઇ ટેકનિકલ ભૂલ થાય તો આ કાયદા મુજબ સુધી ધરપકડની જાેગવાઇ છે તે અવ્યવહારુ છે જેથી તેનો વ્યવહારુ ઉકેલ લાવવાની અમારી માગણી છે. ગુજરાત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ ઝવેરીભાઈએ જણાવ્યું કે, અમારા જવેલર્સ એસોસિએશનનો સરકાર સામે વિરોધ નથી. આજે સરકારનું ઘ્યાન દોરવા માટે અમે હડતાળ કરી છે. ૐેંૈંડ્ઢ ના કારણે અમારી ડિઝાઇન અને ક્વોન્ટિટીની ગોપનિયતા જળવાતી નથી. સાથે ગ્રાહકની પણ ઓળખ આમાં જાહેર થાય છે. આના કારણે અમને ઘણું નુકસાન થાય છે. અમે હોલમાર્કના કાયદાના સમર્થનમાં છીએ. પરંતુ ૐેંૈંડ્ઢ નો અમને વિરોધ છે.

આ કાયદાથી નાના કારીગરો બેકાર થઈ ગયા છે. આજે તમામ જવેલર્સ રાજયમાં બંધ રાખશે જેથી કરોડોનું ટર્ન ઓવર અટકશે. રાજકોટના સોની બજારના વેપારી અરવિંદભાઈ સોનીએ જણાવ્યું હતું કે, હોલમાર્ક સામે અમારો વિરોધ નથી. પરંતુ તેની ૐેંડ્ઢૈં નંબર લગાવવાના નવા નિયમ સામે અમારો વિરોધ છે. આ પ્રક્રિયા કરતા ઓછામાં ઓછા ૫થી ૭ દિવસ લાગે છે. કોઈ પણ ગ્રાહક બહારગામથી આવે તો તેને ત્વરિત આ દાગીના આપી શકાતા નથી. માટે આ જટિલ પ્રક્રિયાનો ર્નિણય સરકાર દ્વારા જલ્દીથી રદ કરવામાં આવે તેવી અમારી માગ છે. જાે રદ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં એસોસિયેશન ર્નિણય કરશે તે મુજબ લડત ચાલુ રાખવામાં આવશે. સુરત જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે, નાના જ્વેલર્સ આ લાંબી પ્રક્રિયાને પહોંચી શકે તેમ નથી. મુખ્ય તો જરાક પણ નાની ભૂલ થાય તો તેમાં લાઈસન્સ કેન્સલથી લઈને દંડ સુધીની જાેગવાઈ છે. જેના કારણે જ્વેલર્સે કામ કરવું મુશ્કેલ થાય તેમ છે. હોલમાર્કિંગ આવકાર્ય છે, પરંતુ, એચયુઆઈડીનો વિરોધ છે,

જેને લઈને સુરતના અંદાજે ૨૫૦૦ જ્વેલર્સે આજે બંધ પાળ્યો છે.
દેશભરમાં કેન્દ્ર સરકારે હોલમાર્ક અને ૐેંૈંડ્ઢનો કાયદો અમલ આ મુક્યો હતો. આ કાયદાને લઈને સોનાના વેપારીઓને મુશ્કેલીઓ પડતી હોવાથી તેઓએ કેન્દ્ર સરકારને રજુઆત પણ કરી હતી. સાથે તેઓએ સાંસદ, ધારાસભ્ય અને સરકારના ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી હતી. તેઓએ હોલમાર્ક ના કાયદાને તો સ્વીકાર્યો પણ બીજી તરફ કહ્યું કે, ૐેંૈંડ્ઢ કાયદા અમારા માટે યોગ્ય નથી. આમાં બહુ જટીલ અને લાંબી પ્રકિયા છે જેથી અમારે કામ થતા નથી. જેથી આજે ગુજરાત જ્વેલર્સ એસોસિએશને સમગ્ર રાજ્યમાં આ બાબતને લઈને સરકારનું ધ્યાન દોરવા માટે ટોકન હડતાલ કરી છે. અમદાવાદ, સુરત તથા રાજકોટના જ્વેલર્સ પણ આ હડતાળમાં જાેડાયા છે.

Related Posts