ગુજરાત

રાજ્યના પૂર્વ ડીજી તીર્થરાજનું હૃદયરોગના હુમલાથી નિધન

૯૦ના દાયકામાં પોરબંદરમાં ગેંગવોર ઉપર કંટ્રોલ કરીને કાયદો વ્યવસ્થાને લાઇન પર લાવનાર એવાં ગુજરાત રાજ્યના નિવૃત્ત આઇપીએસ અધિકારી અને પૂર્વ પોલીસવડા તીર્થરાજનું આજે વહેલી સવારે જ નિધન થયું છે.

નિવૃત્ત આઇપીએસ તીર્થરાજ ગુજરાત કેડરની ૧૯૮૪ ની બેચના અધિકારી હતાં. ૬૨ વર્ષની વયે તેઓના નિધનથી આઇપીએસ લોબી સ્તબ્ધ થઇ ગઇ છે. તેઓ અમદાવાદ ખાતે જ રહેતા હતાં. આજે સવારે તેઓને હ્રદયરોગનો હુમલો આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓને સારવાર મળે એ પહેલાં જ તેમને મૃત જાહેર કરાયા હતાં. જાે કે, તમને જણાવી દઇએ કે, આ સમાચાર વાયરલ થતા જ તેમના તાબા હેઠળ ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Related Posts