ગુજરાત

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત

ભાજપના સંગઠન પર્વ પહેલા એક મુલાકાતથી સર્જાયા છે તર્ક વિતર્ક. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશની રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. પીએમ મોદી સાથેની વિજય રૂપાણીની આ મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કારણ બની છે. એક તરફ ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરવા જઇ રહ્યું છે, તો બીજી તરફ રૂપાણીની ઓચિંતી પીએમ મોદી સાથેની મુલાકાતે અનેક અટકળોને જન્મ આપ્યો છે. જાે કે, અટકળો સેવાઇ રહી છે કે રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનમાં મહત્વની જવાબદારી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ વિજય રૂપાણી પાસે પંજાબના પ્રભારીનો હવાલો છે.

Related Posts