રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તારીખ 11 /5 /2022 ને બુધવારે 9:00 વાગે પૂ. મોરારી બાપુ દ્વારા એનાયત થશે .સને ૨૦૦૦ની સાલથી પ્રારંભાયેલા થયેલા આ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રતિ વર્ષ અર્પણ થાય છે. તલગાજરડા (તા.મહુવા)ની કેન્દ્રવતી શાળા- ચિત્રકુટ ધામ ખાતે કુલ મળીને ૬૬ પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોની પૂ. મોરારી બાપુ દ્વારા વંદના કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લામાંથી એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ એનાયત થશે. જેમાં સને 2020ના 33 એવોર્ડ તેમજ 2021 ના વર્ષના 33 એમ કુલ મળીને 66 શિક્ષકોને આ એવોર્ડ એનાયત થશે. આ ૨૧ અને ૨૨ માં ચિત્રકૂટ એવોર્ડ ની ઘોષણા આજે થઇ હતી.ગત કોરોના કાળના સમયગાળામાં ચિત્રકૂટ એવોર્ડ કાર્યક્રમ સ્થગિત રહયો હતો. જે બે વર્ષના એવોર્ડ સાથે એનાયત થશે.
રાજ્યભરના બે લાખ ઉપરાંત પ્રાથમિક શિક્ષકો માંથી પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે. આ પારિતોષિકથી પુરસ્કૃત શિક્ષકોને પૂજ્ય મોરારી બાપુ દ્વારા પ્રત્યેકને 25000 રૂપિયા, સૂત્રમાલા, રામનામી, કાળી કામળી તેમજ સન્માનપત્ર થી સન્માનિત કરવામાં આવશે. પૂ. સીતારામબાપુ અધેવાડા પણ પુરસ્કૃતને સુંદરકાંડના પુસ્તક થી સન્માનિત કરશે.મહુવા તાલુકાના શિક્ષક સંઘના અધિવેશન સાથે અહીં આ દિવસે મહુવા તાલુકામાંથી સેવા નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષક બહેનો/ ભાઈઓને પણ સન્માન સાથે વિદાય નીવૃત્તિ આપવામાં આવશે.સ્થાનિક કક્ષાએ કાર્યક્રમની સફળતા માટે અગ્રણીઓ સર્વશ્રી ગજુભા વાળા, ગણપતભાઇ પરમાર, ભરતભાઈ પંડયા, મનુભાઈ શિયાળ વગેરે સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે.પ્રાથમિક શિક્ષણ પાયાનું શિક્ષણ છે અને તેને સાર્વત્રિક એવમ ઘનિષ્ઠ બનાવવાના પ્રયાસો માં પોતાના ફાળે આવેલ કર્તવ્યપાલનતામાં નિસ્વાર્થ સિંહ ફાળો અને યોગદાન આપનાર પ્રાથમિક શિક્ષકો સાચા શિલ્પીઓ છે, ત્યારે પૂજ્ય મોરારી બાપુ દ્વારા પ્રતિવર્ષ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને એનાયત થતો ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવવંતો અને મૂલ્યવાન લેખાય છે.આ સમગ્ર ઉપક્રમ નું ટી.વી. ચેનલ ના માધ્યમ થી દુનિયાના 172 દેશોમાં તેમજ મોરારિબાપુ યુ ટ્યુબ ચેનલ પર થી જીવંત પ્રસારણ થનાર છે.https://youtube.com/c/SangeetniDuniyaLiveEvents


















Recent Comments