આવી રહેલી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને લોકસભાની સીટ ને જીતાડવા માટે દરેક રાજકીય પક્ષ પ્રયત્ન કરતો હોય છે તેના અનુસંધાને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે આવી પહોંચ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ સહિત તમામ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને ભાઈ બહેનોએ મુખ્યમંત્રી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ જિલ્લા ભાજપ કાર્યકરો નું અભિવાદન બાદ કાર્યાલય માં ભાજપના જિલ્લા સ્તરના હોદ્દેદારો તાલુકા સંગઠનના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના હોદ્દેદારો સદસ્યો સાથે સંવાદ શરૂ કર્યો હતો મુખ્યમંત્રી દ્વારા જિલ્લા ભાજપ હોદ્દેદારોની બેઠકો બાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજ્યો જેને જિલ્લાના વિકાસ તેમજ સરકારની વિવિધ યોજનાઓ જનતામાં પ્રચાર પ્રસાર અંગે રીવ્યુ લીધો હતો મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવ્યા ત્યારે હેલીપેડ ઉપર ભાજપના પ્રતિનિધિઓએ તેમનું સ્વાગત કર્યું હતું
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે હાજરી આપી વિવિધ યોજનાઓના જનતાના પ્રચાર પ્રસાર અંગે રીવ્યુ લીધો હતો ત્યારબાદ જિલ્લા સેવા સદનમાં જિલ્લા ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

Recent Comments