અમરેલી તા. ૨૦ સપ્ટેમ્બર,૨૦૨૪ (શુક્રવાર) અમરેલી એસ.ટી.બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટના લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પલેક્સ અને રાજમહેલ નવીનીકરણ સહિત જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રુ.૨૯૨ કરોડના ૭૭ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પધારેલ રાજ્યના મૃદુ, મક્કમ અને સરળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુઅમરેલી એરપોર્ટ પર સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લાના ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપદાધિકારીશ્રીઓ,અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા સહિત પદાધિકારીશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી, મદદનીશ પોલીસ અધિકારી શ્રી વલય વૈદ્ય, બગસરા પ્રાંત અધિકારી શ્રી નંદા
સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યુ હતુ.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત

Recent Comments