ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નરશ્રી અમૃતભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નરશ્રી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ એ ભારતીય સંસદ દ્વારા ઘડવામાં આવેલ કાયદો છે જે દેશના નાગરિકોને સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. માહિતીના અધિકાર અધિનિયમ-૨૦૦૫ થકી દેશના નાગરિકોને માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર મળ્યો છે. આ કાયદા થકી લોકશાહી રાષ્ટ્રને સાચી રીતે લોકો માટે કાર્યરત બનાવવામાં મદદ મળી રહી છે. અમરેલી જિલ્લાની સરકારી કચેરીઓ ખાતે વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ સુધીમાં મળેલ આર.ટી.આઇ અરજીઓ, તેના નિકાલ અને અપીલ મુદ્દે રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર શ્રી અમૃતભાઈ પટેલે સૌ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, આર.ટી.આઇનો વાર્ષિક ડેટા રાજ્ય માહિતી આયોગને મોકલવામાં આવે અને અરજકર્તાને ૩૦ દિવસની મર્યાદામાં અરજકર્તાએ માંગેલ માહિતી સ્પષ્ટતા સાથે અને ચોક્કસ રીતે મળે તે બાબતે કાળજી રાખવી જોઈએ. આર.ટી.આઇ એક્ટ અંતર્ગત પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર અભિગમ થકી સારી રીતે કામગીરી કરવામાં મદદ મળે છે સાથે અરજકર્તાને માહિતી આપતી વખતે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ના કયા સેકશન અંતર્ગત માહિતી આપવામાં આવી છે તેનો ઉલ્લેખ પણ કરવો જરુરી છે.
રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર શ્રી અમૃતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની વિગતો દર્શાવતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને આ પ્રેઝન્ટેશન મારફતે વિગતે ઝીણવટભરી બાબતોથી વાકેફ કરવામાં આવ્યા હતા. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી વાળા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી બગસરા અને ધારી, સાવરકુંડલા ડીવાયએસપીશ્રી વોરા સહિત જિલ્લાના અધિકારીશ્રી- કર્મચારીશ્રીઓ ઉપસ્થિ
Recent Comments