રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનો જ્ઞાન સહાયકની ભરતી મુદ્દે વીડિયો વાયરલ થયોફોર્મ ભરવુ ના ભરવુ એ ઉમેદવારનો વ્યક્તિગત હક : કુબેર ડિંડોર

રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર નર્મદા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્થાનિક શિક્ષકો અમને શિક્ષણના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન શિક્ષણ પ્રધાને પોતાના વાયરલ થયેલા વીડિયોને લઈ મીડિયા સામે સ્પષ્ટતા કરી હતી. તેઓએ જ્ઞાન સહાયકની ભરતીના મુદ્દે આ વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ કુબેર ડિંડોરે કહ્યુ હતુ કે, એ વીડિયો એડિટ કરેલો હતો, જે વીડિયો સંપૂર્ણ નહોતો. વાયરલ થયેલ વીડિયોને લઈ વિવાદીત વીડિયો હોવાને લઈ ચર્ચા ખૂબ જ વર્તાઈ હતી. વીડિયોમાં થઈ રહેલી વાતચિત એ મારો વિદ્યાર્થી હતો એટલે બંને વચ્ચે સ્વતંત્ર વાતચિત હતી. ફોર્મ ભરવુ ના ભરવુ એ ઉમેદવારનો વ્યક્તિગત હક છે. જ્ઞાન સહાયની ભરતી મુદ્દે શિક્ષણ પ્રધાને કહ્યુ હતુ કે, જ્ઞાન સહાયક સિવાય આગામી સમયમાં નિયમિત શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી શકે છે. નર્મદામાં શિક્ષણ પ્રધાન શિક્ષક સંઘની સાથે મુલાકાત કરી હતી અને જુની પેન્શન યોજના અંગે પણ રજૂઆત થઈ હતી.
Recent Comments