રાજ્યના 298 ન્યાયાધીશની બઢતી સાથે બદલી કરાઈ : કચ્છમાંથી 8 સિવિલ અને ચીફ જ્યૂડી. ન્યાયાધીશ ગયા તો સામે 8 નવા મળ્યા
વેકેશન પહેલા રાજ્યના વધુ 298 જજની બઢતી સાથે બદલી કરવામાં આવી છે , જેમાં કચ્છને નવા 8 પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ મળ્યા છે , જો કે , કચ્છમાંથી 8 ની જિલ્લા બાર બદલી કરાઇ છે . નવસારીના મહેબુબ એમ . શેખની પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ તરીકે ગાંધીધામ , સુરતથી શિલ્પા એમ . કાનાબારને ભુજના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ , ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કચ્છ – ભુજના બિપિનકુમાર એન . પટેલની સિધ્ધપુર – પાટણ , સુરતથી અવિનાશ કે . ભટ્ટની ગાંધીધામ , ભરૂચથી પ્રીતેષકુમાર એલ . પટેલની ભુજ , નવસારીથી મહમદઇરફાન એ . શૈખની ગાંધીધામ , સુરતથી રોમિત એ . અગ્રવાલની નખત્રાણા , નખત્રાણાથી આશિષકુમાર એન પટેલની ગાંધીનગર , ભરૂચથી હેમુ પી . પટેલની ભુજ , ભુજથી રીતાબેન એમ . બારોટની કડી , ભુજના જયેશ એ.દવેની કડી , વડોદરાથી નમ્રતા પી . ઉનડકટની ભુજ , ગાંધીધામથી તુષારકુમાર વી . પરમારની આણંદ , ભુજથી અંશુલકુમાર કૌશિકની પાલનપુર , ભુજથી વશીમહમદ આર . મલીકની અમદાવાદ , ગાંધીધામથી પ્રદિપકુમાર વી . ધીમ૨ અમદાવાદ અને વડોદરાથી પિનાકીન એસ . જોષી અંજારના છઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલાયા છે . ઉપરાંત જ્યુડીશીયલ ઓફિસ૨ ને એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ તરીકે બઢતી અપાઇ છે , જેમાં ગાંધીધામમાં હેમલતા પૂર્વજિતસિંહ ડી . પંડિત , પી.જાડેજા , આશુતોષ આર . પાઠક , અનુપમા કે . શર્મા , ભુજમાં પ્રકાશ પી . સોની , મુકેશભાઇ એમ . પરમારનો સમાવેશ થાય છે .
Recent Comments