fbpx
ગુજરાત

રાજ્યની શાળાઓમાં વેક્સિન લેવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામે પ્રતિકારક એવી રસી માટે પાલિકા દ્વારા રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. શહેરીજનોમા માટે ૧૨૩ સેન્ટરની સાથે સાથે ૧૫થી ૧૮ વર્ષના કિશોરો માટે વેક્સિનેશન અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ૧.૯૨ લાખ જેટલા કિશોરોને રસી મળી રહે તે માટે પાલિકાનો ૧ હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો છે. સાથે ૭મી સુધીમાં તમામ કિશોરોને વેક્સિનેટ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા ૧૫થી ૧૮ વર્ષના કિશોરો રસી આપવા દૈનિક આશરે ૧૨૦ જેટલી શાળાઓ અને ૧૦ જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક શાળા દીઠ એક નોડલ અને હજારથી વધુ સ્ટાફ કામે લાગ્યો છે. ૭મી સુધીમાં રસીકરણ વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં આપવાની સાથે સાથે ૯ જેટલા સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાંથી પણ રસી કિશોરો લઈ શકશે સાથે જ રજીસ્ટ્રેશન પણ પાલિકાની વેબસાઈટ પર કરી શકશે. તમામ કિશોરેને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે.રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન ુુુ.ર્ષ્ઠુૈહ.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે.વડાપ્રધાન મોદી દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિનેશનની જાહેરાત કર્યા બાદ આજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં પણ આજે સવારથી બાળકોમાં વેક્સિનેશનની શુભ શરૂઆત કરી દેવામાં આવી છે.

ર્સ્વનિભર શાળા સંચાલક મંડળની માંગ ધ્યાનમાં રાખી સરકાર દ્વારા શાળા કોલેજના માધ્યમથી વેક્સિનેશન કરવા ર્નિણય કર્યા બાદ આજે રાજકોટ શહેરમાં ૮૦૦ પૈકી ની ૭૧ શાળામાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે આવેલા ૯ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. તે ઉપરાંત તેમણે સિવિલના સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે વધુ વિદ્યાર્થીઓ રસી લે તેવી અપીલ પણ કરી હતી. બીજી બાજુ શહેરની વેજલપુર વિસ્તારની ઇઇ ત્રિવેદી સ્કૂલમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આજે ૩૦૦થી વધુ બાળકોને વેકસીન અપાશે. શહેરમાં વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઈને ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

ઇઇ ત્રિવેદી સ્કૂલમાં વેક્સિન લેનાર પહેલી વિદ્યાર્થિની પૂજા અદરેશિયાએ જણાવ્યું કે હસી લેતા પહેલા કન્ફ્યુઝનની સાથે એક્સાઇટમનેટ હતું, પરંતુ હવે વેક્સિન લીધા બાદ સારું લાગી રહ્યુ છે. તેણે તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. વડોદરામાં પાલિકા દ્વારા ૧૫થી ૧૮ વર્ષના કિશોરો રસી આપવા દૈનિક આશરે ૧૨૦ જેટલી શાળાઓ અને ૧૦ જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક શાળા દીઠ એક નોડલ અને હજારથી વધુ સ્ટાફ કામે લાગ્યો છે. ૭મી સુધીમાં રસીકરણ વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં આપવાની સાથે સાથે ૯ જેટલા સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાંથી પણ રસી કિશોરો લઈ શકશે સાથે જ રજીસ્ટ્રેશન પણ પાલિકાની વેબસાઈટ પર કરી શકશે. તમામ કિશોરેને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે.રસી મુકાવવા આવનાર કિશોરોને ચા-નાસ્તો કરીને આવવા જણાવાયું છે. ભૂખ્યા પેટે રસી મુકાવવા આવવું નહીં તેવું આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts