રાજ્યનું બજેટ પણ પેપરલેસ, ધારાસભ્યોને પેનડ્રાઈવમાં અપાશે લાઈબ્રેરી અને રેકર્ડ માટે ૧૫૦ જેટલી કોપી છાપવામાં આવશે

કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરશે. કાગળની બચત અને કરકસરના પગલાના ભાગરૂપે પેપરલેસ બજેટ રજૂ થશે. ધારાસભ્યોને પેન ડ્રાઈવમાં બજેટ ડોક્યુમેન્ટ અપાશે.
ગુજરાત સરકારે ગત વર્ષથી પેપરલેસ બજેટની શરૂઆત કરી હતી.જેને આ વર્ષે આગળ વધારાશે. મોટાભાગના ડોક્યુમેન્ટ સોફ્ટ કોપીમાં રખાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આ વખતે પણ પેપરલેસ બજેટ રજૂ થશે. લાઈબ્રેરી અને રેકર્ડ માટે ૧૫૦ જેટલી કોપી છાપવામાં આવશે. બાકીની કૉપી અને અન્ય તમામ સાહિત્ય પેન ડ્રાઈવમાં આપવામાં આવશે.
Recent Comments