સમગ્ર ગુજરાત રાજ્યને છેલ્લા કેટલાક દિવસોથી ઘમરોળી રહેલું ડિપ ડિપ્રેસન અત્યારે કચ્છ પર સ્થિર થયું છે. ડિપ ડિપ્રેસન અત્યારે ભૂજથી 50 કિમી દૂર અને નલિયાથી 100 કિમી અંતરે છે. તે પ્રતિ કલાક 12 કિમી ઝડપથી ખસી રહ્યું છે. તે નલીયાથી 100 કિમી છે. તે દક્ષિણપશ્ચિમ ડિસ્ટ્રીક્ટ તરફ ખસી રહ્યું છે.29મી ઓગસ્ટની સવારે ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર તરફ ખસે તેમ જ સૌરાષ્ટ્ર તથા કચ્છ પર સ્થિર થવા જઈ રહ્યું છે. આ સિસ્ટમને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ પ્રદેશને આવરે તેવી શક્યતા છે. આ સાથે રેડ એલર્ટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે. આજે યલ્લો એલર્ટ આપવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ માટે ખૂબ જ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.આ ઉપરાંત વડોદરા, છોડાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર, તથા નગર હવેલી, તાપી, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લા માટે ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરવામાં આવી છે અને આ માટે યલ્લો એલર્ટ ઈશ્યુ કરવામાં આવેલ છે.
રાજ્યને ઘમરોળી રહેલું ડિપ ડિપ્રેશન હવે કચ્છ ઉપર સ્થિર થયું; હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી

Recent Comments