ગુજરાત

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના થરાદ- લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

ચાલો, આર્ત્મનિભર ગામડાઓના નિર્માણથી આર્ત્મનિભર ભારતનું નિર્માણ કરીએ ઃ શ્રી આચાર્ય દેવવ્રતજી થરાદ પંથકને પ્રાકૃતિક ખેતીનું હબ બનાવવા સૌ સાથે મળીને સહિયારા પ્રયાસ કરીએ પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે ઃ રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલશ્રી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, બનાસ ડેરીના માધ્યમથી દૂધ ક્રાંતિ થકી બનાસવાસીઓ આર્થિક સધ્ધર બન્યા. રાસાયણિક ખાતર ૨૪ ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર, જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે.

આવનાર સમયમાં સૌ સાથે મળીને ગુજરાતની ભૂમિને ઝેરમુક્ત બનાવીશું. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે છે, જેનાથી નેચરલ હાવેર્સ્ટિંગ સિસ્ટમ પણ ઊભી થાય છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીઃ મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સંકલ્પને ગૂજરાત વિદ્યાપીઠે અક્ષરસઃ સાર્થક બનાવ્યો ગાંધીજીના વિચારોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના તમામ ક્ષેત્રે અમલમાં મુક્યા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ, નકળંગ ધામ લુણાલ અને ક્રિષ્ના હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં સફાઈ અભિયાન અને પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

બનાસકાંઠા ખાતે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે. દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે. વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે. ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે. ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે. તેમણે કુરુક્ષેત્ર સ્થિત પોતાના ખેતરમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતી આપતાં કહ્યું કે, તેમણે પોતે આ ખેતી ૨૦૦ એકર જમીનમાં અપનાવીને ધરતી માતાને ફળદ્રુપ બનાવી છે. ઉત્પાદનમાં વધારાની સાથે દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, તેઓ પ્રથમ ખેડૂત છે અને પછી રાજ્યપાલ છે. થરાદની ધરતી પર ખેડૂતો સાથે પોતાનાપણું અનુભવી રહ્યો છું. તેમણે જણાવ્યું કે, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે. થરાદ પંથકની સ્વચ્છતા અને સુઘડતા જાેઈને ધન્યતા અનુભવી રહ્યો છું. તેમણે ખેડૂતોને રાસાયણિક, જૈવિક અને પ્રાકૃતિક ખેતીનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી હતી. રાસાયણિક એટલે કે ખાતર થકી થતી ખેતી, જૈવિક એટલે વિદેશી અળસિયા થકી કરવામાં આવતી ખેતી તથા પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતીનો ભેદ ખેડૂતોને સમજાવ્યો હતો. આર્ત્મનિભર ગામડાઓના નિર્માણથી આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે સહયોગ આપવા તેમણે જણાવ્યું હતું. રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો અંગે વાત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે ધરતીના તાપમાનમાં વધારો નોંધાયો છે.

રાસાયણિક ખાતર ૨૪ ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાય છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે, જેના કારણે ક્યાંક અચાનક ભારે વરસાદ તો ક્યાંક નહિવત્‌ વરસાદ વરસે છે. તાપમાન વધારા સાથે વાવાઝોડા, તોફાન, અનાવૃષ્ટિ વગેરેમાં પણ વધારો નોંધાયો છે. ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય હોવાનું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. તેમણે બનાસ ડેરીના સફળ નેતૃત્વમાં જિલ્લાના ખેડૂતો ખેતી અને પશુપાલનના માધ્યમ થકી દૂધ ક્રાંતિ સર્જીને આર્થિક સધ્ધર બન્યા હોવાનું જણાવ્યું હતું. આજે સરકારશ્રી અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં અનેક ર્નિણયો કરાયા છે જેમાં ઓલાદ સુધારણા, કુત્રિમ બીજદાન ટેકનોલોજી સહિતનો સમાવેશ થાય છે.

તેમણે ગુજરાત અને થરાદની ભૂમિને રાસાયણિક ખાતરો અને દવાઓમાંથી હંમેશા મુક્તિ મળે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના ૧૮૦૦ વિદ્યાર્થીઓ આજથી રાજ્યના ૧૮૦૦૦ ગામડાઓમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે જશે, જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી પૂરી પડાશે. તેમણે ઉમેર્યું કે, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. તેમણે જણાવ્યું કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન ખેડૂતોને મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી થાય છે.

તેમણે જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ ખેડૂતોને વિગતવાર સમજણ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે છે જેનાથી નેચરલ હાવેર્સ્ટિંગ સિસ્ટમ પણ ઊભી થાય છે. પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સરહદી વિસ્તાર સુધી આજે પ્રાકૃતિક કૃષિ પહોંચી છે તેનો શ્રેય હું રાજ્યપાલશ્રીને આપું છું. દેશની નામાંકિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠે પણ પ્રાકૃતિક ખેતીની કામગીરીને ઉપાડી છે, જે અભિનંદનને પાત્ર છે. મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સંકલ્પને ગૂજરાત વિદ્યાપીઠે અક્ષરસઃ સાર્થક કરી છે. ગાંધીજીના વિચારોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના તમામ ક્ષેત્રે અમલમાં મુક્યા છે. પ્રાકૃતિક ખેતી ગામડાની સંસ્કૃતિ સાથેનું સીધું જાેડાણ છે. રાજ્યપાલશ્રીના માર્ગદર્શનમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, મારા ખેતરમાં પણ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી માટે આપેલા સૂચનો અપનાવતાં ખૂબ સારા પરીણામો મળ્યા છે. તેમની વાતમાં વિજ્ઞાન સાથે ભવિષ્યની વાત છે. થરાદ વિસ્તાર પ્રાકૃતિક ખેતીમાં મોડલરૂપ બને તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.

Related Posts