fbpx
અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સત્વશીલ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન

લાઠી મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની ઉપસ્થિતિ માં સત્વશીલ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન    ગુજરાતના અઢી લાખ ખેડૂતો જોડાયા અભિયાન માહેત ની હવેલી દુધાળામાં રાજ્યપાલના હસ્તે ૭૫ ખેડૂતો ને ગાય નું દાન લાઠીના દુધાળામા ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા  ખેડૂતોને ૭૫ ગાયનું દાન કરવામા આવ્યું હતુ ગુજરાત ના મહામાહિમ રાજયપાલના આચાર્ય દેવવ્રતજી ના વરદ હસ્તે ખેડૂતોને ગાય આપી પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.સવજીભાઇએ અહીં ધોળકીયા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને આ વિસ્તારમા ૧૦૦ સરોવર બનાવવાનો પ્રોજેકટ હાથ પર લીધો છેઅંગેના કાર્યક્રમમા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉદેશથી ગાયનુ દાન ક૨વામાં આવ્યું ગાયત્રી મંત્રોચ્ચાર સાથે મહામાહિમ રાજયપાલે જણાવ્યું હતુ કે ભારત ભુમિને ઝેર મુકત બનાવવા અને ખેતીને સમૃધ્ધ કરવા પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી સૌથી મજબુત વિકલ્પ છે સમગ્ર દેશમા આ અભિયાન ચાલી રહ્યું છે ગુજરાતમા અઢી લાખ ખેડૂતો આ અભિયાન મા જોડાયા ચુક્યા છે ગાયનું છાણ અને જીવામૃત ગૌમુત્ર ખનીજોનો ભંડાર છે શક્તિ અનુષ્ઠાન નવરાત્રી ના પ્રથમ દિવસે જ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પરિવાર દ્વારા ગાયના દાન અપાયા બાદ સવજીભાઇએ જણાવ્યું હતું.

જે જમીનમા પાક નહોતો થતો ત્યાં જળ સંરક્ષણના કામ કરી વાવણી કરાઇ રહી છે હવે ગાય આધારિત ખર્ચ વગર ની સત્વ શીલ ઉત્તમ ગુણવત્તા માટે પ્રાકૃતિક ખેતીને પણ મહત્વ અપાયુ છે ધોળકીયા ફાઉન્ડેશનના આ પ્રોજેકટથી પાણીનો મોટો સંગ્રહ થશે કાર્યક્રમમા હિમતભાઇ ધોળકીયા તુલસીભાઇ ધોળકીયા શિવમ જવેલર ના ધનશ્યામભાઇ શંકર સહિત અનેકો મહાનુભવો ની વિશાળ ઉપસ્થિતિ માં અસંખ્ય ખેડૂતો ની હાજરી માં ભવ્ય પ્રાકૃતિક કૃષિ સંવાદ 

Follow Me:

Related Posts