રાજ્યભરમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા ૧૦ દિવસમાં રાજ્યમાં ૨૦થી વધારે લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોયા છે.તો અમદાવાદ શહેર અને રાજ્યમાં લોકો નવલી નોરતાની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે નવરાત્રીમાં ગરબાની તાલે રમતા ખેલૈયાઓમાં હાર્ટ એટેકની ઘટના સામે આવી છે.અને તેમાં પણ કોરોના બાદ નવરાત્રીની આટલી મોટી અને અદભુત ઉજવણી થતા ખેલૈયાઓને મોકો મળતા નવરાત્રીના ઉત્સવમાં મન મુકીને ગરબા રમી રહ્યા હતા. સ્વભાવિક છે કે લોકો કોરોનાની બાદ મન મૂકીને ગરબા રમ્યા હતા ત્યારે કેટલાક ઇમરજન્સી કેસ જાેવા મળ્યા હતા.જ્યાં આ વર્ષે નવરાત્રી દરમિયાન ગત વર્ષ કરતા વધુ ઇમરજન્સી કેસ નોંધાયા હતા. ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા જે દર વર્ષે એનાલિસિસ કરવામાં આવે છે. તે પ્રમાણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ૧૦ ટકા થી વધારે કેસ નોંધવામાં આવ્યા છે.જ્યારે અમદાવાદમાં ૧૮% થી વધુ કેસ નોંધાયા છે. ઈમરજન્સી કેસમાં શ્વાસ રોગ, હૃદય રોગ અને અકસ્માતના કેસ સૌથી વધુ નોંધાયા હતા છે. અને તેમાં પણ રાજ્યમાં હૃદયને લગતા કેસમાં ગત વર્ષની સરખામણીએ ૪૬ ટકા કેસમાં વધારો નોધાયો છે.
રાજ્યભરમાં નવરાત્રી દરમિયાન ૨૦ થી વધારે લોકોના હાર્ટ એટેકથી મોત

Recent Comments