fbpx
ગુજરાત

રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છેસુરતમાં હાર્ટ એટેકથી બે યુવકો રાત્રે સુતા બાદ સવારે ઉઠ્‌યા જ નહિ

ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. યુવાઓ જ હાર્ટએટેકના મુખ્ય શિકાર બની રહ્યાં છે. આજે પણ સુરતમાં હાર્ટએટેકથી ત્રણ યુવકોના મોત થયા છે. સુરતમાં હાર્ટ એટેકથી ત્રણ વ્યક્તિના મોત થયા છે. અમરોલીમાં ૨૩ વર્ષીય યુવક સાહિલ રાઠોડનું હાર્ટ એટેકથી મોત થયું છે. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયુ હોવાનું સામે આવ્યું. તો પાંડેસરામાં ૩૮ વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. ૩૮ વર્ષીય સંજય સહાનીને પણ ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. તો વરાછા વિસ્તારમાં મહેશ ખાંબર નામના વ્યક્તિનું હાર્ટ એટેક મોત થયું છે.

વરાછાના મહેશ ખાંબર રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. તેઓને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતું હોસ્પિટલમાં હાજર તબીબોએ મૃતક જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. પાંડેસરમાં ૩૮ વર્ષીય સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. સંજયને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરરંતું હોસ્પિટલમાં હાજર તબીબોએ મૃતક જાહેર કર્યો. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.

Follow Me:

Related Posts