રાજ્યભરમાં વિજળી પડવાથી માર્યા ગયેલા 23 લોકોનેમોરારીબાપુની સહાય
ગઈકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ તો બરફના કરા પણ પડયા હતા. કુદરતના આ રોદ્ર સ્વરૂપ દરમ્યાન જાન માલને અને ખેતીવાડીને ઘણું નુકશાન થયું હતું. રાજયમાં અનેક જગ્યાએ આકાશી વિજળી પડવાથી પ્રાપ્ત માહિતિ મુજબ 23 જેટલા લોકોના મૃત્યુ થયા છે.
પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. અને તેમનાં દ્વારા મૃતકોના પરિવારજનોને સહાયતા રાશી અર્પણ કરવામાં આવી છે. જે કુલ મળીને રુ 3,50,000 છે. શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ મારફત આ સહાયતા રાશી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં પાઠવવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.
Recent Comments