fbpx
ગુજરાત

રાજ્યમાં આગામી ૪૮ કલાક ભારેઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી ૧૨થી ૧૩મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે (૧૨મી ડિસેમ્બર ૨૦૨૦) દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી ૪૮ કલાક બાદ ૪ ડિગ્રી તાપમાન ઘટશે. બીજી બાજુ અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ અને આવતી કાલે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકાર જણાવ્યું હતું કે, ૧૧મી તારીખે એટકે કે પ્રથમ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
બીજા દિવસે એટલે કે ૧૨ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ૧૩મી તારીખના રોજ ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે. આજે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ભર શિયાળે ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાનના પલટાની અસર અમદાવાદમાં પણ વર્તાઇ છે અને સવારથી અનેક વિસ્તારોમાં એકાએક કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડતા વહેલી સવારે દોડવા જતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી હતી.
આજે વહેલી સવારે અમદાવાદના ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગુરુકૂળ, સેટેલાઈટ, એસજી હાઈવે, ગાંધીનગર, સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં સવારે ૪ વાગ્યાથી એકાએક વાતાવરણ પલટાયું હતું અને ત્યારબાદ ધીમેધારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વહેલી સવારે અમદાવાદના વેજલપુર, થલતેજ. એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજીબાજુ રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.
હવામાન વિભાગે ત્રણ દિવસ સુઘી વરસાદની આગાહી કરી છે અને ૧૨ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે. અલબત્ત ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થાય અને ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય કે ઓમાન તરફ ફંટાઈ જાય એવી પણ શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં આજે એટલે ગુરુવાર રાત્રિથી હવામાનમાં પલટો આવશે અને ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.
ગુજરાતમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે. આજે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ભર શિયાળે ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાનના પલટાની અસર અમદાવાદમાં પણ વર્તાઇ છે અને સવારથી અનેક વિસ્તારોમાં એકાએક કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડતા વહેલી સવારે દોડવા જતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી હતી. આજે વહેલી સવારે અમદાવાદના ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગુરુકૂળ, સેટેલાઈટ, એસજી હાઈવે, ગાંધીનગર, સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં સવારે ૪ વાગ્યાથી એકાએક વાતાવરણ પલટાયું હતું અને ત્યારબાદ ધીમેધારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વહેલી સવારે અમદાવાદના વેજલપુર, થલતેજ. એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદઃ કાૅંગ્રેસે ખેડૂતોને વળતર આપવાની કરી માંગ
આ ઉપરાંત વરસાદને પગલે ખેડૂતોને શિયાળું પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. કમોસમી વરસાદ મામલે ગુજરાત પ્રદેશ કાૅંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા (છદ્બૈં ઝ્રરટ્ઠદૃઙ્ઘટ્ઠ)એ ખેડૂતોને નુકસાન વળતર આપવાની માંગણી કરી છે. અમિત ચાવડાના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર પાક પલળી ગયો છે. મગફળી, ઘઉં, જીરું, ચણા સહિતના ઉત્પાદનમાં નુકસાન થયું છે. આથી સરકાર નુકસાન અંગે સર્વે કરાવીને યોગ્ય વળતરની જાહેરાત કરે તેવી માંગણી અમિત ચાવડાએ કરી છે.

Follow Me:

Related Posts