અમદાવાદમાં કોરોના સંક્રમણ ખૂબ વધી રહ્યું છે. આજે એક જ દિવસમાં 4821 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 12553 કેસ નવા નોંધાયા છે. જ્યારે 4802 દર્દીઓ સ્વસ્થ થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં 125 દર્દીના મોત થયા છે અને 361 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 350865 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 5740 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 84126 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 79.61 ટકા થયો છે.
રાજ્યમાં કોરોનાના 12553 નવા કેસ : માત્ર અમદાવાદમાં જ નોંધાયા 4821 કેસ

Recent Comments