રાષ્ટ્રીય

રાજ્યમાં ગરમીનો પ્રકોપ – આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી

રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસને દિવસે વધી રહ્યાે છે ત્યારે આગામી ત્રણ દિવસમાં એટલે કે 1થી 3 અેપ્રિલ દરમિયાન ગરમીનો પ્રકોટ જોવા મળશે. તેમાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આવતી કાલ એપ્રિલ 1થી 3 તારીખ દરમિયાન 43 ડીગ્રી સુધી પારો આવતી કાલે જવાની શક્યતા વર્તાઈ રહી છે.

અેપ્રિલ મહિનાનો આકરો ઉનાળો રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે વિવિધ શહેરોમાં 40 ડીગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. આ પ્રકારની ગરમીમાં અનેક પ્રકારની સમસ્યા લૂ લાગવી સહીતની બનતી હોય છે. ત્યારે સાર સંભાળ રાખવી પણ જરૂરી છે. અમદાવાદ સહીતના શહેરોમાં આ પારો વધી શકે છે. ત્યારે આ બાબતની કાળજી રાખો..

• ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું .
• ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.
• નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ.
• દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું, શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ.
• ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.
• ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
• માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી.

Follow Me:

Related Posts