ગુજરાત

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ વ્યક્તિના હાર્ટ એટેકથીં મોત થયા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ વ્યક્તિઓના મોત થયાની ઘટના બની છે. જેમાં ૨૨ વર્ષથી લઇને ૫૧ વર્ષ સુધીની વયના લોકોના મોત થયા છે. રાજકોટમાં ૨૨ વર્ષીય અજય સોલંકી નામના યુવકનું મોત થયુ છે. તેમજ આસ્થા સોસાયટીમાં રહેતા ૩૫વર્ષીય સુર્યદીપસિંહ જાડેજાનું હાર્ટએટેકથી મોત થયુ છે. બીજી તરફ માયાણી નગરમાં રહેતા ૪૬ વર્ષીય મહેન્દ્ર ચૌહાણનું મોત થયુ છે. આ તરફ બાબરીયા કોલોનીમાં રહેતા ૫૧ વર્ષીય હંસા જાડેજાનું પણ મોત હાર્ટ એટેકથી મોત થયુ છે. આ ઉપરાંત રાજકોટ જેલમાં બંધ અંજારના કેદી ૫૫ વર્ષીય હરી લોચાણીનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે.

Follow Me:

Related Posts