fbpx
ગુજરાત

રાજ્યમાં ડૂબીજવાના કિસ્સાઓમાં સતત ચિંતાજનક વધારો ભાવનગરના વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામે બે બાળકો નદીમાં ડૂબ્યાં, એકનુ મોત

ભાવનગરમાં નદીમાં નાહવા પડેલા બાળકોના ડૂબીજવાનો કરુણ બનાવ બન્યો હતો જેમાં વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામે બે બાળકો નદીમાં ડૂબ્યાં હતા. જલાલપર ગામે આવેલી કેરી નદીમાં નાહવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક બાળકને બચાવી લેવાયો છે. જ્યારે નદીમાં ડૂબી જવાથી ૧૫ વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટના ની જાણ થતાંની સાથેજ આખા ગામમાં શોક નું મોજું ફરી વળ્યું હતું. મૃતક બાળકનું નામ પરેશ અરવિંદભાઈ સોલંકી ઉંમર વર્ષ ૧૫ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાળકના મૃતદેહને પી.એમ. અર્થે વલ્લભીપુર સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts