રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના દર્શાવી છે.મુખ્યપ્રધાને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા ૪૦ કી.મી.ની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાવામાં આવશે.
મુખ્યપ્રધાને આ વિસ્તારોના લાખો નાગરિકો, ગ્રામજનો અને ગામોના લાંબા ગાળાના હિતને અનુલક્ષી આ યોજના મંજૂર કરી છે. આના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ૨૪ ગામોની અંદાજે ૨૧૧૦ હેકટરથી વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકતા જમીન વધુ ફળદ્રુપ બનશે. આ ઉપરાંત, કેનાલમાં મીઠું પાણી ભરાતા આ વિસ્તારમાં સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે. આ સાથે, સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. આથી, સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે.
રાજ્યના મુખ્યપ્રધાને ગીરસોમનાથ જિલ્લામાં ૧૦૧.૯૯ કરોડના ખર્ચે આ યોજના મંજૂર કરી છે. વેરાવળ શહેર અને સુત્રાપાડા શહેરના લોકોને ભુગર્ભ જળ ઉંચા આવવાથી પીવાના પાણીમાં ખુબ જ ફાયદો થશે. આ ઉપરાંત, દરિયાના પાણીની ખારાશ આગળ આવતી અટકશે. વેરાવળ શહેરમાં દેવકા નદીના પુરના પાણી ધુસવાની સમસ્યાથી પણ રાહત મળશે.

Recent Comments