ગુજરાત

રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલની સત્તાવાર જાહેરાત

બોર્ડની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા જેમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ સત્તાવાર જાહેર કરી દેવાયું છે. ૧૧ માર્ચ ૨૦૨૪થી બોર્ડની પરીક્ષા શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ૨૨ માર્ચ પરીક્ષા પૂર્ણ થશે. ધોરણ ૧૦ના પરીક્ષાનો સમય સવારનો રહેશે.જયારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર પછીનો રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાની તારીખ જાહેર કરી છે.ધોરણ ૧૨ પછીની લેવાતી ગુજકેટની પરીક્ષા પણ ૨ એપ્રિલ યોજાશે.ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જીનિયરિંગ અને પેરા મેડિકલ શાખામાં જવા માટે ગુજકેટની પરીક્ષા મહત્વની હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવાામાં આવી છે.

Related Posts