ગુજરાત રાજ્યમાં નદી, પાણી અને પર્યાવરણ પ્રવૃત્તિ કરતી સંસ્થાઓનું સંકલન થઈ રહ્યું છે. આ માટે વિગત મોકલી આપવા કાર્યકર્તાઓને અનુરોધ કરાયો છે.
સમગ્ર વિશ્વ માટે પર્યાવરણ અંગે સાવધાની વર્તાઈ રહી છે. નદી, પાણી અને સમગ્ર પર્યાવરણ સંબંધે વિવિધ પ્રવૃતિ ઘણી સંસ્થાઓ કરી રહેલ છે. સરકાર દ્વારા પણ આ માટે સારું કામ થઈ રહ્યું છે.
ગુજરાત રાજ્યમાં જે સ્વૈચ્છીક સંસ્થાઓ અને સંગઠનો આ પ્રવૃત્તિ કરી રહેલ છે, તેઓએ તેમની ટૂંકી વિગતો મોકલવા સંયોજક શ્રી મૂકેશકુમાર પંડિતે અનુરોધ કર્યો છે.
કાર્યકર્તાઓ તેમના સંપર્ક અને સરમાના સાથેની વિગતો ટપાલ દ્વારા ( મૂકેશકુમાર પંડિત – ગુજરાત જળ બિરાદારી , મુ.ઈશ્વરિયા -૩૬૪ ૨૩૦, તા.સિહોર, જિ.ભાવનગર ઉપર ) મોકલી આપવા અનુરોધ છે, જેથી આગામી આયોજનો કાર્યક્રમો અંગે તેઓને જાણ કરી શકાય.
રાજ્યમાં નદી, પાણી અને પર્યાવરણ પ્રવૃત્તિ કરતી સંસ્થાઓનું સંકલન, વિગત મોકલી આપવા કાર્યકર્તાઓને અનુરોધ

Recent Comments