રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૧૬ કેસ નોંધાયા છે. જ્યારે બે સપ્તાહ બાદ રાજ્યમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદ, સુરત, વડોદરામાં ૪-૪ કેસ નોંધાયા. તો ભાવનગરમાં ૩ કેસ નોંધાયા. જ્યારે ૨૪ કલાકમાં રાજ્યના ૩૦ જિલ્લા અને ૫ મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને ૫ પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૪૯ થઇ છે. વાત કરીએ તો, પાછલા ૨૪ કલાકમાં રાજ્યમાં ૫.૨૫ લાખ લોકોનું રસીકરણ કરાયું.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં ૫૩ હજાર ૬૧૧ લોકોને રસી અપાઇ. તો વડોદરામાં ૩૩ હજાર ૯૫૩ લોકોનું રસીકરણ કરાયું. જ્યારે સુરતમાં ૨૭ હજાર ૨૦૪, અને રાજકોટમાં ૩૦ હજાર ૬૪૫ લોકોને રસી અપાઇ. જ્યારે બનાસકાંઠામાં ૩૦ હજાર ૯૯૫ અને દાહોદમાં ૩૦ હજાર ૫૫૬ લોકોનું રસીકરણ કરાયું. આમ રાજ્યમાં હવે કુલ ૪ કરોડ ૮૨ લાખ ૬૮ હજારનું રસીકરણ પૂર્ણ થયું છે. કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના ૩૦ હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના ૨૯ હજાર ૩૨૨ કેસ નોંધાયા છે. જ્યારે ૧૩૧ લોકોનાં મોત થયા છે.. કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના ૭૦ ટકાથી પણ વધુ છે..દેશમાં કોરોનાના ૪૨ હજાર ૩૪૬ કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં ૩૪૦ લોકો મૃત્યું પામ્યા છે. દેશમાં અત્યાર સુધી ૪ લાખ ૪૦ હજાર ૨૫૬ લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ ૩.૯૯ લાખથી વધુ સક્રિય કેસ છે.
Recent Comments