fbpx
ગુજરાત

રાજ્યમાં બીજા વર્ષે પણ જન્માષ્ટમીના લોકમેળા નહીં યોજાયઃ રૂપાણીની જાહેરાત

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે કોઈ પણ રીતે ભીડ ભેગી થાય તેવા આયોજનને સરકાર મંજૂર નહીં આપે

ગુજરાતમાં સતત બીજા વર્ષે જન્માષ્ટમીના પર્વ પર લોકમેળ નહીં યોજવાનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં શ્રાવણ માસમાં લોકમેળાનું અનેરું મહત્વ રહેલું છે. જાે કે કોરોનાની પ્રથમ લહેર વખતે રાજકોટ સહિત રાજ્યમાં તમામ સ્થળે લોકમેળા નહીં યોજવાનો સરકારે ર્નિણય કર્યો હતો. જ્યારે હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાને પગલે કોઈ રીતે ભીડ ભેગી થાય એવા આયોજનોને મંજૂરી નહીં અપાય તેમ સીએમ રૂપાણીએ જાહેરાત કરી હતી.

રાજ્યમાં કોરોનાના કેસો માંડ અંકુશમાં આવ્યા છે અને સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકમેળા યોજવા પર સતત બીજા વર્ષે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરાકે હાલમાં કોરોના નિયંત્રણોમાં વ્યાપક છૂટછાટ આપી છે જેમાં વોટર પાર્ક અને સ્વિમિંગ પુલને ૨૦ જુલાઈથી ૬૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવા મંજૂરી આપી છે. આ ઉપરાંત જીમ, મલ્ટિપ્લેક્સને પણ મંજૂરી આપવામાં આવી છે. જાે કે આ તમામ સ્થળે કોરોના પ્રોટોકોલનું પાલન અનિવાર્ય છે. પરંતુ લોકમેળામાં હૈયેહૈયુ દાળય તેટલી ભીડ ઉમટતી હોવાથી કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જાેતા લોકમેળા નહીં યોજવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે.

Follow Me:

Related Posts