ખેડૂતો પાસેથી ચણા અને ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાના બદલે લઘુત્તમ ટેકાના ભાવ ( એમએસપી ) અને બજારભાવ વચ્ચેના તફાવતની રકમ ખેડૂતને રોકડમાં મળે તેવી વ્યવસ્થા કરવા માંગ
જયભારત સહ જણાવવાનું કે , ગંભીર પરિસ્થિતિને કારણે આ ખરીદ કેન્દ્રો સાથે સંકળાયેલ અધિકારી , કર્મચારી , ગ્રેડર , ઓપરેટર , લેબર , ડ્રાઈવર વગેરે પૈકી મોટાભાગના અધિકારી / કર્મચારીઓ કોરોના સંક્રમિત થયેલ છે . કોરોનાનું સંક્રમણ અટકાવવા તેમજ એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે દૂરથી આવતા નાગરિકોમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે હેતુથી અને જાહેર આરોગ્યની જાળવણીના હેતુસર રાજ્યના મોટાભાગના એપીએમસી કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ચણા તથા ઘઉંની ખરીદીની કામગીરી બંધ કરવામાં આવેલ છે , જેના કારણે ખેડૂતોને પોતાની જણસ સાચવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે . રાજ્યના મોટાભાગના એપીએમસી કેન્દ્રો કોરોનાના કારણે બંધ કરવામાં આવેલ છે અને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને ઘઉંની ખરીદી પણ બંધ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ચણા અને ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાના બદલે લઘુત્તમ ટેકાના ભાવ ( એમએસપી ) અને બજારભાવ વચ્ચેના તફાવતની રકમ ખેડૂતને રોકડમાં મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ . આથી , ઉક્ત બાબતે આપશ્રીની કક્ષાએથી જરૂરી તપાસ કરાવી , ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરી , ખેડૂતો પાસેથી ચણા અને ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાના બદલે લઘુત્તમ ટેકાના ભાવ ( એમએસપી ) અને બજારભાવ વચ્ચેના તફાવતની રકમ ખેડૂતને રોકડમાં મળે તેવી વ્યવસ્થા કરવા મારી ખાસ વિનંતી સહ ભલામણ છે . આભાર સહ , આપનો સ્નેહાધીન ,
Recent Comments