રાજ્યમાં સપ્તાહમાં જ ૧૬.૦૪ કરોડના ગોલ્ડ બોન્ડ વેચાયા
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના પોસ્ટલ વિભાગને કુલ-૮૦ કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કરવાનો લક્ષાંક આપ્યો હતો. તેમાંથી નોર્થ ગુજરાતના ૨૨ કિલો ગોલ્ડ બોન્ડના લક્ષાંકની સામે ૧૧.૧૨૨ કિલોનું વેચાણ કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૨૮ કિલો ગોલ્ડના લક્ષાંકની સામે કુલ ૮.૨૯૮ કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કર્યું છે. જ્યારે સાઉથ ગુજરાતના ૩૦ કિલો ગોલ્ડના લક્ષાંકની સામે કુલ ૧૪.૦૮૦ કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કર્યું છે. જિલ્લાના ડિવિઝનમાંથી કુલ ૧.૬૫૭ કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કરીને રૂ. ૭,૯૩,૮૬૮૭ની આવક પોસ્ટલ વિભાગે કરી છે. રાજ્યના પોસ્ટલ વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત ઝોનમાં કુલ રૂ. ૫.૩૨ કરોડના ૧૧.૧૨૨ કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાંથી રૂ. ૩.૯૭ કરોડના ૮.૨૯૮ કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ થયું છે. દક્ષિણ ગુજરાતમાંથી રૂ. ૬.૭૪ કરોડનું કુલ ૧૪.૦૮૦ કિલો સોનાના બોન્ડનું વેચાણ કરવામાં આવ્યું હતુંકેન્દ્ર સરકાર દ્વારા દર મહિને ગોલ્ડ બોન્ડનું વેચાણ કરવામાં આવે છે. તેમાં રાજ્યના પોસ્ટલ વિભાગે ૨૯ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધીમાં કુલ રૂ. ૧૬.૦૪ કરોડના ૩૩.૫૦૦ કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કર્યું છે. તેમાં સૌથી વધુ અમદાવાદ ડિવિઝન પ્રથમ ક્રમે અને બારડોલી ડિવિઝન છેલ્લા ક્રમે રહ્યું છે. આર્થિક કટોકટીમાં ગોલ્ડ સહારો બની શકે છે. આથી લોકો ગોલ્ડની ખરીદી વધુ કરતા હોય છે. આથી કેન્દ્ર સરકાર દ્વારા ગોલ્ડ બોન્ડનું વેચાણ રાષ્ટ્રીયકૃત બૅન્કો અને પોસ્ટલ વિભાગ દ્વારા વેચાણ કરવામાં આવે છે. ગોલ્ડ બોન્ડનું વેચાણ રાજ્યના કુલ ૨૬ ડિવિઝનમાંથી કરાયું હતું. તેમાં સૌથી વધુ વેચાણ અમદાવાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય બંને ડિવિઝનમાં સૌથી વધુ ૧૬૫૨૭ ગ્રામ એટલે કે રૂ. ૭.૯૧ કરોડનું વેચાણ થયું છે. જાેકે રાજ્યભરના પોસ્ટલ ડિવિઝનમાંથી ગોલ્ડ બોન્ડ વેચાણનો લક્ષાંક ૪૧.૮૮ ટકા પૂર્ણ કર્યો છે.
Recent Comments