હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૨૪ કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદની શક્યતા છે. તો આ તરફ આજે ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગ અનુસારે આજે ગુરુવારે અમદાવાદ, ભરુચ, ભાવનગર, બોટાદ, ડાંગ, ગીર સોમનાથ, મહીસાગર, નર્મદા,સાબરકાંઠા, સુરત, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ૩૧ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ૩૦ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી બાજુ કચ્છ, ખેડા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં ૩૨ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના

Recent Comments