fbpx
ગુજરાત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ BJP ૩૯ બેઠકો પર થયું બિનહરીફ બોટાદ જીલ્લા પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી ચકાસણીમાં કાૅંગ્રેસના ૧૮ ફોર્મ રદ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. આગામી ૨૧ ફેબ્રુઆરી રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે ૨૮ ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે આજે ઉમેદવારોનું ફોર્મ પાછુ ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે. ત્યારે રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૩૯ બેઠકો પર ભાજપ બિનહરીફ તરીકે વિજેતા થયુ છે. વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો, કચ્છમાં ભૂજની બે બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયાં છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નગરપાલિકામાં પાંચ વોર્ડમાં ભાજપના ૯ ઉમેદવાર બિનહરીફ જાહેર થયાં છે. સુરતના ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત અને ઓલપાડ બેઠક પર ૧-૧ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
અમદાવાદની દસ્ક્રોઇ તાલુકા પંચાયતની ૨ બેઠક પર બે ઉમેદવારો બિનહરીફ જયારે ભાવનગરના ઉમરાળા તાલુકાપંચાયતની ૨ બેઠક, જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠકમાં ૧, થાનગઢ તાલુકા પંચાયતની ૫ બેઠક, ભૂજ નગરપાલિકાની ૨ તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની ૫ બેઠકો એક કુલ મળી નગરપાલિકામાં ૯, તાલુકા પંચાયતમાં ૧૭ અને ૨ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. બોટાદ જીલ્લા પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી ચકાસણી દરમિયાન કાૅંગ્રેસના ૧૮ ફોર્મ રદ થયા છે. બોટાદની ૭ સીટ, ગઢડાની ૭ સીટ અને રાણપુરની ૪ સીટ ઉપર ફોર્મ રદ થયા છે. તો ભાજપ ૫ બેઠકો પર બિનહરીફ થયા છે. બોટાદ જીલ્લામાં જીલ્લા પચાયતની ૨૦ સીટો માટે ભાજપ, કાૅંગ્રેસ અને અપક્ષ દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા.
જેમાં આજે ઉમેદવારી ફોર્મનો ચકાસણીનો દિવસ હતો. જેમાં ઉમેદવારી ચકાસણી દરમિયાન બોટાદ જીલ્લા પંચાયતની ૨૦ સીટોમાં કાૅંગ્રેસના ૧૮ ફોર્મ રદ થતા કાૅંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ૬ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ત્યારબાદ ૨૩ ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તેમજ ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની ૨ માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. ૯૧ હજાર ૭૦૦થી વધુ ઈફસ્ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે.

Follow Me:

Related Posts