fbpx
ગુજરાત

રાજ્યમાં હજી પણ ૨૪ કલાકમાં ૩૬ તાલુકામાં વરસાદની આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી

ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની સવારી અકબંધ અકબંધ છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૩૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે પણ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની સવારી અકબંધ અકબંધ છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૩૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે પણ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

૨૪ કલાકમાં ૩૬ તાલુકામાં વરસાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ વરસાદના આંકડા અનુસાર, મંગળવાર સવારે ૬ વાગ્યાથી બુધવારે સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ, રાજકોટના લોધીકામાં દોઢ ઈંચ અને ડાંગના આહવામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

૧૦ તાલુકામાં એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ વરસાદના આંકડા અનુસાર, મંગળવાર સવારે ૬ વાગ્યાથી બુધવારે સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ૧૦ તાલુકાઓમાં અડધો ઇંચથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.આજની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વલસાડમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે.

Follow Me:

Related Posts