fbpx
ગુજરાત

રાજ્યમાં હાલમાં વરસાદની કોઇ સંભાવના નથીઃ હવામાન વિભાગ

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે. અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સિવાય ક્યાંય વરસાદ પડ્યો નથી. ત્યારે ખેડૂતો સારો વરસાદ ક્યારે પડશે, તેની રાહ જાેઇને બેઠા છે. ત્યારે સારા વરસાદને લઈને ઓગસ્ટ મહિનાના બીજા વીકમાં સારા સમાચાર સામે આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બીજા વીકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જાે આ સિસ્ટમ સક્રિય થાય તો રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે.

ગુજરાત માટે વરસાદને લઈને માઠા સમાચાર સમાચાર આવ્યા છે. ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત. હાલ ઓગસ્ટ માસ પ્રમાણે વરસાદની ૪૪ ટકા ઘટસામાન રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ૪૫૦ મીમી વરસાદ થવો જાેઇએ. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી માત્ર ૨૫૩ મીમી વરસાદ નાંધાયો છે.

અમદાવાદમાં અગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. વરસાદ ન હોવાને કારણે ગરમીમાં વધારો થયો છે. ઓગસ્ટના બીજા વીકમાં સીસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. ઓગસ્ટના બીજા વીકમાં દક્ષિણમાં ચોમાસું સક્રિય થતાં વરસાદની આશા પણ ગુજરાત માટે હજુ કોઇ સીસ્ટમ નથી.

Follow Me:

Related Posts