ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લો-પ્રેશરના પરિણામે ૨૦ એપ્રિલ, બુધવારના રોજ ગુજરાતના આઠ જેટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે. અમરેલી, ભરૂચ, ભાવનગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી અને વડોદરામાં બુધવારના રોજ હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા છે. રાજ્યના આ ભાગોમાં ૪૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગામી થોડા દિવસો દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં અને સોમવારના રોજ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. જાેકે, અમદાવાદમાં વરસાદની સંભાવના નથી, પરંતુ બુધવારના રોજ બીજા જિલ્લાઓમાં વરસાદને કારણે શહેરમાં તાપમાન ૨-૩ ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની શક્યતા છે. રવિવારે રાજ્યમાં ૪૨.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે અમદાવાદમાં બીજા ક્રમનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયો હતો. રવિવારના રોજ ૪૨.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજકોટ ગુજરાતમાં સૌથી ગરમ સ્થળ હતું, ત્યારબાદ અમદાવાદ અને ત્યારબાદ સુરેન્દ્રનગર ૪૨.૩ ડિગ્રી સેલ્સિયસ સાથે ત્રીજુ સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.
રાજ્યમાં ૪૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે

Recent Comments