ભારતમાં મોટા ભાગના શહેરો અને અનેક ગામડાઓમાં આજે પણ આપણને અનેક એવા મંદિર, મહેલ અને વાવ છે જેની હાલત ખંડેર હાલતમાં જાેવા મળે છે. તેના પ્રત્યે આપણી ઉદાસિનતા જાેવા મળતી હોય છે. રાજા મહારાજાઓ દ્વારા બનાવેલા અનેક એવા બેનમુલ સ્થાપત્યો છે. જેની રખેવાળી કરવામાં આપણે ઉણા ઉતરતા હોઈએ છીએ ત્યારે નવા સ્ટ્ર્કચરને રિડેવલોપ થઈ શકે અને આવનારી પેઢીને આપણો ભવ્ય ઈતિહાસથી વાકેફ થાય તેના માટે કલાને જીવંત કરી શકાય એ માટે દરેક રાજ્યમાં યુનિવર્સિટી બને તેના માટે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે અવાજ ઉઠાવ્યો અને સવાલ પુછ્યો કે દેશમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની યુનિવર્સિટી બને જેથી ગુજરાતના ભવ્ય ઈતિહાસને બચાવી શકાય અને આવનારી પેઢીને વાકેફ કરી શકાય તેના માટે આ માંગ કરી છે. ગુજરાતના બે સ્થાનોને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું છે તે જાણો..
ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાતના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. મોઢેરાના સૂર્ય મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ ક્ષેણીમાં અમદાવાદ શહેર, ચાંપાનેર, ધોળાવીરા તેમજ પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જાે મળી ચૂક્યો છે. ગુજરાતના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે, જેમાં ભારતના ત્રણ ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાંથી બે સ્થળો ગુજરાતના છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં વડનગર –ઐતિહાસિક શહેર, મોઢેરાનું સૂર્ય મંદિર અને ત્રિપુરાના ઉનાકોટીના રોક-કટ શિલ્પોનો પણ વર્લ્ડ હેરિટેક સાઈટની કામચલાઉ યાદીમાં સામેવશ કરવામાં આવ્યો છે. આ સૂચિ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિ દર્શાવે છે અને આપણા વારસાની વિશાળ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. આ સાથે, ભારત પાસે હવે યુનેસ્કોની કામચલાઉ સૂચિમાં ૫૨ સાઇટ્સનો સમાવેશ થઇ ચુક્યો છે.
Recent Comments